1. ટુર્નામેન્ટની એન્ટ્રી ફી ૩૫૦૦/- રાખેલ છે. આવનાર ટીમ તથા સમર્થક મિત્રો/વડીલો ના બપોરના ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
2.એક ટીમમાં ૯ ખેલાડી રહેશે.
3. ટુર્નામેન્ટની લીગ મેચો ૭-૭ ઓવરની રહેશે અને ફાઇનલ મેચ ૧૦ ઓવરની રહેશે.
4. ૭ ઓવરની મેચમાં પાવરપ્લે ૨ ઓવર રહેશે અને ફાઇનલ માં પાવરપ્લે ૩ ઓવર રહેશે, જેમાં મહત્તમ ૨ ખેલાડી ૩૦ યાર્ડના સર્કલની બહાર રાખી શકાશે.
5. ટુર્નામેન્ટની લીગ મેચમાં કોઈ પણ બોલર વધુમાં વધુ ૨ ઓવર નાંખી શકશે, જ્યારે ફાઈનલમાં કોઈ પણ બે બોલર વધુમાં વધુ ૩ ઓવર નાંખી શકશે.
6. મેચ દરમિયાન એમ્પાયરનો નિર્ણય આખરી રહેશે. જેનું બંને ટીમો દ્વારા પાલન કરવાનું રહેશે.
7. દરેક ટીમે મેચના જણાવેલ સમયથી ૩૦ મિનિટ પહેલા ગ્રાઉન્ડ પર હાજર થવાનું રહેશે. સમયસર નહીં પહોંચી શકનાર ટીમને વ્યવસ્થાના ભાગરૂપે ટુર્નામેન્ટમાંથી ડિસ-ક્વોલિફાય કરવામાં આવશે.
8. એક ટીમમાં રમનાર ખેલાડી અન્ય કોઈ પણ ટીમ તરફથી રમી શકશે નહી.
9. આ ટુર્નામેન્ટમાં ફક્ત કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈઓ જ ભાગ લઈ શકશે.
10. આ ટુર્નામેન્ટમાં કોઈ પણ જરૂરી ફેરફાર કરવાનો સર્વાંગી હક આયોજકનો રહેશે.